આજ ના સમયમાં તમને ખબર જ હશે. કે Birth અને Death ના certificate (પ્રમાણપત્ર) બહુ જ જરૂરી બની ગયું છે. ડિજિટલ યુગ અને સરકાર દ્વારા હવે આપણે જાતે જ જન્મ અને મરણ ના દાખલ (certificate) ઘર બેઠા ડાઉનલોડ કરી શકે છે. આ આર્ટિકલમાં આપણે ગુજરાતમાં Birth અને Death ના certificate ને ઑનલાઇન કેવી રીતે મેળવવું તેની વિગતવાર પ્રક્રિયા પર ચર્ચા કરીશું.

1. જન્મ પ્રમાણપત્ર શું છે?
Birth certificate એ એક મહત્વ નો દસ્તાવેજ છે. જેથી બાળકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. બાળકના વિવિધ કામ માટે મહત્વ છે જેમ કે
- શાળા અને કોલેજમાં પ્રવેશ
- પાસપોર્ટ અને આધાર કાર્ડની અરજી
- વૈધ ઓળખપત્ર તરીકે ઉપયોગ
જન્મ પ્રમાણપત્ર વિના ઘણાં કાયદેસર કામો અટકી શકે છે, તેથી તેનું સમયસર નોંધણીઓ કરવું મહત્વનું છે.
| વિગત | માહિતી |
| લેખ નામ | જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર કેવી રીતે ઑનલાઇન મેળવશો |
| લાભાર્થી | ગુજરાત ના તમામ નાગરિક |
| ઉદ્દેશ | જન્મ કે મરણ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા પૂરી પાડવી |
| ઓફિશ્યિલ વેબસાઈટ | નીચે આપેલ છે |
2. મૃત્યુ પ્રમાણપત્ર શું છે?
મૃત્યુ પ્રમાણપત્ર એ એંધાણ કરે છે કે વ્યક્તિનું અવસાન થયું છે. તે કાયદેસર દસ્તાવેજ તરીકે ઉપયોગમાં આવે છે:
- વારસાગત માલમસાલનો દાવો કરવા
- પેન્શન કે જીવન વીમો મેળવી શકાય છે
- અન્ય કાયદેસર કામોમાં પણ મહત્વ ધરાવે છે
મૃત્યુ પ્રમાણપત્ર વગર નાગરિકોને કાયદેસર સુવિધાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
3. ગુજરાત સરકારે ઈઓળખ પોર્ટલ શરૂ કર્યું
ગુજરાત સરકારે ઓનલાઇન સેવા સુવિધા માટે ઈઓળખ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલનો હેતુ નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ રીતે પ્રમાણપત્રો આપવાનો છે. સરકારી અધિકારીઓ અને અરજદારો વચ્ચેનો વિલંબ ઘટાડવા માટે આ સેવાઓ અમલમાં મૂકવામાં આવી છે.
4. જન્મ અથવા મૃત્યુ નોંધણી શા માટે જરૂરી છે?
સરકારી કાયદા મુજબ દરેક જન્મ અને મૃત્યુની નોંધણી ફરજીયાત છે. તે નાગરિકને કાયદેસર હક્ક અને અન્ય સુવિધાઓનો લાભ મેળવવા માટે જરૂરી છે. જો સમયસર નોંધણી કરવામાં નહીં આવે તો કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
5. જન્મ અથવા મૃત્યુ નોંધણીની પ્રક્રિયા
ગૃહજન્મ: જો જન્મ ગૃહમાં થાય છે, તો કુટુંબના વડાની જવાબદારી છે કે તે રજિસ્ટ્રારને જાણ કરે અને નોંધણી કરાવે.
હોસ્પિટલ/નર્સિંગ હોમ: જો જન્મ હોસ્પિટલમાં થાય છે, તો તે હોસ્પિટલના અધિકારીની જવાબદારી છે કે તે રજિસ્ટ્રારને જાણ કરે.
જન્મ નોંધણી માટે 21 થી 30 દિવસની અંદર નોંધણી કરવી આવશ્યક છે. વિલંબ માટે પેનલ્ટી ભરવી પડી શકે છે.
જન્મ – મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું
જન્મ – મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ આજીજ છે.
Step 1: સૌ તમારા બ્રાઉઝરમાં ગૂગલ પર eolakh.gujarat.gov.in સર્ચ કરો.
Step 2: પછી ઓફિશ્યિલ વેબસાઈટ eolakh.gujarat.gov.in પર જાઓ.

Step 3: પછી વેબસાઇટનમાં “Download Certificate” પર ક્લિક કરો.
Step 4: પછી જન્મ & મૃત્યુ વિકલ્પ પસંદ કરો.
Step 5: પછી તમે Application No અથવા Mobile no વિકલ્પ પસંદ કરો

step 6: સંપૂર્ણ વિગતો દાખલ કર્યા બાદ “Search Data” આ બટન પર ક્લિક કરો નીચે લિસ્ટમાં તમારું નામ હશે ત્યાંથી Birth & Death Certificate Download કરો.
આવી રીતે તમે જાતે જ Birth અને Death નો certificate (પ્રમાણપત્ર) મેળવી શકો છો.
જો તમારું પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય તો શું કરવું?
જો તમારું Birth અથવા Death certificate ખોવાઈ ગયું છે, તો તમારે નવી નકલ મેળવવા માટે:
- eolakh પોર્ટલ પર જઈને ડાઉનલોડ પ્રક્રિયા અનુસરી શકો છો.
- જો હજી પણ સમસ્યા હોય તો નજીકના સિટી સિવિક સેન્ટર અથવા વોર્ડ ઓફિસ નો સંપર્ક કરો.
9. ઈઓળખ પોર્ટલના ફાયદા
- સમય બચાવે: નાગરિકો ઘરે બેસીને સરળતાથી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકે છે.
- પારદર્શકતા: સત્તાવાર વેબસાઇટ મારફતે ઝડપી સેવા પૂરી પાડે છે.
- સરળતા: ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરવાથી નાગરિકોને ફાઇલિંગની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
10. કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે?
- જો ઈન્ટરનેટની સમસ્યા હોય, તો સિટી સેન્ટર જવું પડે.
- ઘણા લોકોને પોર્ટલની માહિતગારતા નથી, જેના માટે સરકારી સહાય કેન્દ્રો પણ કાર્યરત છે.
સમાપ્તિ
સરકારી સેવાઓ હવે ઓનલાઇન ઉપલબ્ધ છે અને Birth અને Death ના પ્રમાણપત્રની નોંધણી અને ડાઉનલોડ કરવું હવે સરળ બની ગયું છે. eolakh.gujarat.gov.in પોર્ટલને કારણે નાગરિકોને વધુ આચરાઈ વિના દસ્તાવેજ મેળવી શકાય છે, અને આ પોર્ટલ ગુજરાતના નાગરિકોની સેવા સુવિધામાં મજબૂત કામગીરી કરી રહ્યું છે.
મહત્વની લીંક
| ઓફિશ્યિલ વેબસાઈટ માટે | અહીંયા ક્લિક કરો |
| હોમ પેજ માટે | અહીંયા ક્લિક કરો |